મહિલાઓના સીસીટીવી વાયરલ કેસમાં વધુ કલમનો ઉમેરો, પ્રજવલ તેલી મુખ્ય આરોપી

Ahmedabad Crime: સીસીટીવી વાયરલ મામલે સાયબર ક્રાઈમની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ કેસમાં વધુ કલમનો ઉમેરો કર્યો છે. ત્રણેય આરોપી 7 દિવસના રિમાન્ડ મળ્યા છે. આરોપી પ્રજવલ તેલી મુખ્ય આરોપી છે. 2 હજારથી વધુ બીભત્સ વીડિયો આરોપી પ્રજવલ ડીવાઈસમાંથી મળ્યા છે.
ગંગાસ્થાન સહિત વીડિયો મળ્યા
22 કેટેગરી ગ્રુપમાં હતા જેમાં પૈસાનું એક મેનુ કાર્ડ છે.800 થી 2 હજાર રૂપિયામાં વેચતા હતા. અન્ય રાજ્યોના અલગ અલગ 60-70 જગ્યા ત્રણ યુ ટ્યુબ અને ટેલીગ્રામ મૂકતા હતા. આરોપી પ્રજ્વલ છેલ્લા 9 મહિના મા 8-9 લાખ રૂપિયા હોટલ,બસ સ્ટેન્ડ ,હોસ્પિટલ અને ગંગાસ્થાન સહિત વીડિયો મળ્યા છે. પ્રયાગરાજનો આરોપી ચંદ્ર પ્રકાશએ cp monda યુ ટ્યુબમાં ફ્રી ઓફ કોસ્ટ મેળવીને વીડિયો પોતે પોસ્ટ કર્યા છે.
આ પણ વાંચો: IND vs BAN મેચમાં મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો શિખર ધવન, તસવીરો વાયરલ
સોશિયલ મીડિયામાં કઈ રીતે વેચતા હતા
ટેલીગ્રામ બે ગ્રુપ ચાલુ હતા. એક રેગ્યુલર વીડિયા અને પ્રીમિયમ ગ્રુપમાં વધુ બીભત્સ વીડિયા આવતા હતા. જ્યોર્જિયા , રોમાનિયા અને એટલાન્ટા ના આઇપી એડ્રેસ મળ્યા હોવાથી અલગ અલગ હેક્રસ હોય શકે છે. ઇન્ડીયન હેકરસ પણ આમાં સામેલ હોય શકે છે. ગેરકાયદેસર કન્ટેન્ટ સોશિયલ મીડિયામાં કઈ રીતે વેચતા હતા તેની તપાસ કરાઇ રહી છે. આખું રેકેટની તપાસ કરી રહ્યા છે કે પકડાયેલ આરોપી સિવાય અન્ય કેટલા સંડોવાયેલા છે. જનરલ રેગ્યુલર ડેમો ગ્રુપમાં 500 અને પ્રીમિયમ ગ્રુપ માં 100 લોકો ટેલીગ્રામ માં જોડાયા હતા. આ બન્ને ગ્રુપ સબસ્ક્રાઇબ કરવા મેનુ કાર્ડ નીકળતું હતું. વાયરલ વીડિયો મામલે ટેલીગ્રામ ગ્રુપમાં આરોપીએ ચર્ચા કરી હતી કે પોલીસ મહારાષ્ટ્ર પહોંચી છે.