ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને કોલ્ડ સ્ટરેજના ભાડામાં વધારો કર્યો

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં બટાકા સંગ્રહ કરવા માટે કટ્ટા દીઠ ભાડામાં વધારો કરાતા ખેડૂતોની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે.
ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડસ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા સંગ્રહ માટે ભાવ વધારો કરાયો છે. ડીસા કોલ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા કોલ સ્ટોરેજમાં મૂકવામાં આવતા બટાટાનો સતત ત્રીજા વર્ષે પણ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને બેંક ધિરાણ વીજ બીલ સહિતના ભાડામાં રાહત અપાતી હોવા છતાં પણ સ્ટોરેજ સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી આ વર્ષે બટાટામાં પ્રતિ કિલોએ 10 પૈસાનો વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડૂતોને કુલ મળી કરોડો રૂપિયાનો આર્થિક બોજો સહન કરવાનો વારો આવ્યો છે. બટાટાનું મહત્તમ ઉત્પાદન થતા એસોસિએશન દ્વારા ઉત્પાદનનો અંદાજ 4 કરોડ 5 લાખ કટ્ટાનો રાખવામાં આવ્યો છે તેમાં પ્રતિ કિલોએ 10 પૈસાનો વધારો કરાતા કોલ સ્ટોરેજ સંચાલકોને કરોડો રૂપિયાનો ફાયદો થશે.
ડીસામાં કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારાની જાહેરાત થતા જ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે ખેડૂતોને અત્યારે બિયારણના ભાવમાં વધારો લાઈટ બિલમાં વધારો તેમજ બટાટાનું જે તા.15 /11/2024 પછી વાવેતર થયું છે તેમાં ઉત્પાદન પણ હાલમાં ખેડૂતોને ઓછું મળી રહે છે તેવા સમયે જ કોલ સ્ટોરેજ સંચાલકો દ્વારા જે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતો પર ફરી એકવાર બોજો જોવા મળી રહ્યો છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે 10 પૈસાનો વધારો કરવામાં આવે છે તે કોલ સ્ટોરેજ સંચાલકો દ્વારા પાછો ખેંચવામાં આવે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો બટાટામાં નુકસાન કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ ખેડૂતો મોંઘા બિયારણો લાવી અને વાવેતર બટાટાનું કર્યું હતું અને અત્યારે બટાટા નીકળવાની શરૂઆત છે. તે સમય જ કોલ સ્ટોરેજ સંચાલકો દ્વારા જે 10 પૈસાનો ભાવ વધારો કરવામાં આવે છે તેને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કોલ સ્ટોર્સ સંચાલકો આ ભાવ પાછો ખેંચે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
હાલ જિલ્લામાં ચાલુ સાલે 216 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે જેમાં 4.5 કરોડ કટ્ટા સંગ્રહની કેપિસિટી છે ત્યારે ભાડા વધારાના કારણે હવે ખેડૂતોને આ વર્ષે કરોડો રૂપિયા વધારાના ચૂકવવા પડશે. ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો ભાડું વધારો પાછો ખેંચે તેવી હાલ ખેડૂતો માગ કરી રહ્યા છે.