મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે જર્સી લોન્ચ કરી, વીડિયો આવ્યો સામે

IPL 2025 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તમામ ટીમો તેની તૈયારીમાં લાગી ગઈ છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે એક જાહેરાત કરી છે. ટીમ દ્વારા IPL 2025 માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. જેનો વીડિયો તેના ઓફિશિયલ હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. વીડિયો જાહેર કરીને તેના ચાહકોએ આ વિશે માહિતી આપી છે. આ વીડિયોમાં હાર્દિક એક ભાવનાત્મક સંદેશ પણ આપ્યો છે.
આ પણ વાંચો: મોહમ્મદ શમીએ કોને ફ્લાઈંગ કિસ આપી હતી? કર્યો આ ખુલાસો
કેપ્ટન હાર્દિકે ભાવનાત્મક સંદેશ આપ્યો
IPL 2025ની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફ્રેન્ચાઇઝ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, તિલક વર્મા અને જસપ્રીત બુમરાહ છે. પંડ્યા વીડિયોમાં કહી રહ્યો છે કે છેલ્લી સિઝનને ભૂલી શકાય તેમ છે. હવે નવી સિઝનનો વારો છે. આ સિઝનમાં આપણે આપણો વારસો પાછો લાવવાની તક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટીમની નવી જર્સીમાં વાદળી અને સોનેરી રંગ જોવા મળી રહ્યો છે.