કેબિનેટમંત્રી ભાનુબેન બાબરિયા શેક લેતી વખતે દાઝી જતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા

Ahmedabad: કેબિનેટમંત્રી ભાનુબેન બાબરિયા શેક લેતી વખતે દાઝી જતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને લઈને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ભાનુબેનને દાખલ કરવામાં આવ્યા છે. હાલ ભાનુબેન બાબરિયાની તબિયત હાલ સુધારા પર છે.
મળતી માહિતી અનુસાર કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શેક લેતી વખતે દાઝી જતા તેમણે તાબડતોડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોક, હાલ ભાનુબેન બાબરિયાની સારવાર ચાલી રહી છે. તેમજ તેમની તબિયત સુધારા પર છે.
આ પણ વાંચો: ઈડરમાં પ્રતિબંધિત ગર્ભ પરીક્ષણ યથાવત… જિલ્લા આરોગ્ય વિભાગના લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં દરોડા