January 9, 2025

યામી ગૌતમ બનશે મમ્મી..! Video માં છુપાવી રહી હતી બેબી બમ્પ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ ધર અને ફિલ્મ નિર્માતા આદિત્ય ધર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. મળતી માહિતી અનુસાર, ‘યામી સાડા પાંચ મહિનાની ગર્ભવતી છે. જ્યારથી યામીને તેની પ્રેગ્નન્સી વિશે ખબર પડી છે ત્યારથી તે ઘણી ખુશ છે. તેમનું બાળક મેં મહિનામાં જન્મશે. પરિવાર અત્યાર સુધી બધું જ ગુપ્ત રાખી રહ્યું છે.

હાલમાં જ જ્યારે યામી ગૌતમ તેના પતિ આદિત્ય સાથે જોવા મળી હતી ત્યારે તે પોતાનો બેબી બમ્પ છુપાવતી પણ જોવા મળી હતી. તે તેના બ્લેઝર વડે બેબી બમ્પ છુપાવી રહી હતી. સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, ‘યામી અને આદિત્ય ધર ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરવા જઈ રહ્યા છે, કારણ કે તે તેની આગામી થ્રિલર ફિલ્મનું પ્રમોશન પણ કરશે. તે લીડ રોલમાં છે અને તે તેનું પ્રોડ્યુસ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

યામી ગૌતમ ગર્ભવતી છે

યામીએ એકવાર પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના અને આદિત્યના સંબંધો આગળ વધતા પહેલા તેઓ ગાઢ મિત્રો બની ગયા હતા અને પ્રેમમાં પડ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે તેમની મિત્રતા ‘ઉરી’ના પ્રમોશન દરમિયાન શરૂ થઈ હતી અને તેઓએ કોવિડ પછી લગ્ન કરવાનું પ્લાનિંગ કર્યું હતું. 2021 માં, તેઓએ હિમાચલ પ્રદેશમાં યામીના ઘરે લગ્ન કર્યા, જેમાં ફક્ત તેનો પરિવાર હાજર હતો.

ઉલ્લેખનીય છે કે આજે જ યામી ગૌતમની આગામી ફિલ્મ ‘આર્ટિકલ 370’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોયા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફિલ્મ દ્વારા યામી કાશ્મીરનું વાતાવરણ બતાવવાનો પ્રયાસ કરી રહી છે જે ‘કલમ 370’ હટાવ્યા બાદ સર્જાયું હતું. ટ્રેલરમાં તે કાશ્મીરની બદલાતી પરિસ્થિતિ વિશે વાત કરતી જોવા મળે છે. આટલું જ નહીં, તે કાશ્મીરની આખી કહાણી સંભળાવતી દેખાઈ રહી છે. જોકે, હાલ ફિલ્મનું ટ્રેલર વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે.