January 14, 2025

દિલ્હી-નોઈડા બોર્ડર સીલ, કલમ 144 લાગુ; લાંબો ટ્રાફિક જામ

Delhi Farmer Protest: નોઈડાના ખેડૂતોએ (Farmer’s Protest March) આજે દિલ્હી તરફ આગળ વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ સરહદો અને કિસાન ચોક સહિત અન્ય સ્થળોએ બેરિકેડિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા (Delhi Police Security) ખૂબ જ મજબૂત કરવામાં આવી છે. પોલીસ આ રસ્તા પરથી આવતા-જતા દરેક વાહનને ચેકિંગ કર્યા બાદ જ આગળ વધવા દે છે. ચેકિંગના કારણે ટ્રાફિક ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. NH9 પર પણ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે ગાઝિયાબાદથી દિલ્હીના માર્ગ પર ટ્રાફિક ખૂબ જ થઈ ગયો છે.

દિલ્હી બોર્ડર પર કડક પોલીસ બંદોબસ્ત
ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ આજે દિલ્હી બોર્ડર પર મોરચો સંભાળી લીધો છે. ખેડૂતોના વિરોધને પગલે દિલ્હી-નોઈડા અને ચિલ્લા બોર્ડર પર પણ સુરક્ષા વધારી દીધી છે. સરહદ પર મોટી સંખ્યામાં પોલીસ દળો અને સુરક્ષા જવાનો હાજર છે. હાલ પોલીસ સંપૂર્ણ તૈયારી કરીને એલર્ટ મોડ પર છે. ડ્રોન દ્વારા દરેક ખૂણાઓ પર નજર રાખી રહી છે. નોંધનીય છે કે દિલ્હી-નોઈડા બોર્ડર પર ભારે ટ્રાફિક જામ છે, જેને પગલે બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસની સાથે સાથે રેપિડ એક્શન ફોર્સ પણ ઘટનાસ્થળે હાજર છે. નોઈડાથી દિલ્હી જતા અનેક વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. તેવી જ રીતે દિલ્હીથી નોઈડાના રસ્તાઓ પર પણ લાંબો ટ્રાફિક જામ છે.

સેક્ટર-18થી ફિલ્મ સિટી જતા રુટને ડાયવર્ટ કરવામાં આવ્યો
દિલ્હીથી ગ્રેટર નોઈડા-ફિલ્મ સિટી જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ફિલ્મ સિટીના સેક્ટર 18 તરફ જતા રસ્તાનો કટ આવતા બધો ટ્રાફિક સેક્ટર 18 તરફ વાળવામાં આવ્યો છે. બીજી બાજુ મહામાયાથી દિલ્હી જવાનો રૂટ પહેલાથી જ 5 કલાક માટે બંધ છે. બીજી બાજુ ખેડૂતોના વિરોધને પગલે દિલ્હી-ઉત્તર પ્રદેશ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેના પગલે ગુરુવારે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ધરણા પર બેઠા ખેડૂતો 
ખેડૂતોનો આક્ષેપ છે કે જિલ્લાના ધારાસભ્યો, સાંસદો અને જનપ્રતિનિધિઓ તેમની વાત સાંભળીને માત્ર આશ્વાસન જ આપે છે અને કોઈ ઉકેલ આવતો નથી. પોલીસે ટ્રકો અને બેરીકેટ્સ સાથે આ માર્ગને સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે. ખેડૂતો તેમની માંગણીઓ સાથે મહામાયા ફ્લાયઓવરથી આગળ વધ્યા છે. જેને નોઈડા તરફ જતા સેક્ટર-18 ફ્લાયઓવરની પહેલા દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર ભારે બેરિકેડ લગાવીને મોટી સંખ્યામાં પોલીસ દળો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. ખેડૂતો પણ હડતાળ પર બેઠા છે અને દિલ્હી જવાની તેમની માંગ પર અડગ છે.

બોર્ડર સીલ, કલમ 144 લાગુ
નોઈડાના ડીઆઈજી શિવહરી મીણાએ કહ્યું કે, તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે. તમામ સરહદો પર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.” તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અમે ખેડૂતો સાથે વાત કરી રહ્યા છીએ. તમામ વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.”

ટ્રાફિક જામનો ભય, પોલીસ સતર્ક
ટ્રાફિક જામની સંભાવનાને ધ્યાનમાં રાખીને, દિલ્હી-નોઈડા પોલીસ પહેલેથી જ એલર્ટ થઇ ગઇ છે અને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે પહેલાથી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રસ્તા બંધ અને વાહનોના ચેકિંગના કારણે ટ્રાફિક ખૂબ જ ધીમો પડી ગયો છે.