પુણા પોલીસે મધુ ભુવાને ઝડપ્યો, લોકોમાં ડર બતાવીને રૂપિયા પડાવતો

Surat Crime: પુણા પોલીસે માથાભારે મધુ ભુવાને ઝડપ્યો હોવાનું સામે આવ્યું છે. લોકોમાં પોતાનો ડર બતાવી રૂપિયા પડાવતો હતો. 6 મહિના પહેલા મધુ ભુવા અને અન્ય આરોપીએ એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. પુણા પોલીસે મધુ ભુવા અને ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો: IND vs ENG ની મેચની ટિકિટ માટે થઈ ભાગદોડ, અનેક બેહોશ
ડર બતાવી રૂપિયા પડાવતો હતો
આજના સમયમાં પૈસા માટે કેટલાય ભુવા બનીને બેઠા છે. લોકોના મહેનતથી કમાયેલા પૈસાને પોતાના ઢોગથી લૂંટી લે છે. આવો જ બનાવ સુરતમાં સામે આવ્યો છે. જેમાં મધુ ભુવો લોકોમાં ડર બતાવીને રૂપિયા પડાવતો હતો. આરોપીઓ છેલ્લા 6 માસથી ફરાર હતો. પુણા પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યા હતા. પુણા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.