ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી, પડશે કકડતી ઠંડી

Gujarat: રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે રાજસ્થાન પર સર્જાયેલા સાયકલોનીક સરક્યુલેશનથી માવઠાની અસર રહેશે. જેને કારણે ઠંડીમાં પણ વધારો નોંધાશે.

મળતી માહિતી અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે. રાજસ્થાન પર સર્જાયેલા સાયકલોનીક સરક્યુલેશનથી માવઠાની અસર રહેશે. જ્યારે છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો નોંધાયો છે. મોડી રાત્રે લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થતા ઠંડીમાં વધારો થયો હતો. જ્યારે નલિયા 9.6 ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર છે. તો અમદાવાદમાં 13.2 ડિગ્રી, ગાંધીનગર 12.1 ડિગ્રી, વડોદરા 11.4 ડિગ્રી, કેશોદ 13.6 ડિગ્રી, ડીસા 12.3.ડિગ્રી, પાલનપુર 11.5 ડિગ્રી, મહેસાણા 11.2 ડિગ્રી, રાજકોટ 13.6 ડિગ્રી, ભાવનગર 14.7 ડિગ્રી, સુરત 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: મહાકુંભમાં સ્વામી શંકરાચાર્યના પંડાલમાં આગ, કોઈ જાનહાનિ નહીં.