એલન મસ્કનો USAID પર મોટો આરોપ, KanekoaTheGreat દ્વારા X ACCOUNT પર કરાયેલ પોસ્ટ પર કહી આ વાત
Elon Musk: એલન મસ્ક યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ USAID પર આરોપ કર્યો છે. X પર એલન મસ્કે લખ્યું કે શું તમે જાણો છો કે USAID, તમારા ટેક્સ ડોલરનો ઉપયોગ કરીને, COVID-19 સહિત બાયોવેપન સંશોધનને ભંડોળ પૂરું પાડ્યું, જેણે લાખો લોકોનો ભોગ લીધો?
આ પણ વાંચો: India vs England 5th T20: ભારતીય ટીમે 4-1થી સિરીઝ જીતી, અભિષેક શર્માની ધમાકેદાર બેટિંગ
એલન મસ્કે આરોપ લગાવ્યો
એલન મસ્ક યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ USAID પર મોટો આરોપ લગાવ્યો છે. આ પહેલા પણ મસ્કે USAID પર આરોપ લગાવ્યો હતો કે યુએસએઆઈડીને એક ગુનાહિત સંગઠન છે તેનું અસ્તિત્વ ના રહેવું જોઈએ. હાલ ફરી એલન મસ્કે આરોપ લગાવ્યો છે. USAID ટેક્સ ડોલરનો ઉપયોગ કરીને લાખો લોકોનો ભોગ લીધો છે તેવો આરોપ લગાવ્યો છે.