February 2, 2025

PM મોદીએ દિલ્હીના આરકે પુરમમાં કહ્યું, ઝાડુ વિખેરાઈ ગયું હવે વિકાસની વસંત આવશે

Delhi Assembly Elections 2025: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નેતાઓ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આજે મોદીએ આરકે પુરમમાં જાહેર રેલીને સંબોધી હતી.

આ પણ વાંચો: હરા ભરા કબાબ આ રીતે બનાવો ઘરે, ટેસ્ટમાં લાગશે લાજવાબ

શું કહ્યું મોદીએ
આજના દિવસે મોદીએે આરકે પુરમમાં જાહેર રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટી પર તેમણે પ્રહાર કર્યા હતા. મોદીએ વસંત પંચમીની શુભકામના પાઠવી હતી. મોદીએ કહ્યું કે આજથી હવામાન બદલવા લાગે છે. દિલ્હીમાં પણ વિકાસનું નવું ઝરણું આવવાનું છે. કારણ કે આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર બનવાની છે. આ વખતે દિલ્હી કહી રહ્યું છે કે આ વખતે ભાજપની સરકાર આવવાની છે. પીએમ મોદીએ કહ્યું કે આરકે પુરમ વિશે કહ્યું કે રમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું બેસ્ટ ઉદાહરણ છે. દેશના અલગ અલગ રાજ્યના લોકો અહિં વસવાટ કરે છે. જેમાંથી ઘણા લોકો સરકારી નોકરીમાં સેવા આપે છે. આટલું જ નહીં મોદીએ એમ પણ કહ્યું કે આ લોકો જ મોદીને શક્તિ આપે છે.