આ વખતના બજેટમાં રોજગારી માટે નાણાંમંત્રીએ કરી ખાસ જાહેરાત

Budget 2025: યુવાનોને મોદી સરકાર 3.0 ના સંપૂર્ણ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે યુવાનો અને તેમના રોજગાર માટે મોટી જાહેરાત કરી છે. આવો જાણીએ કે બજેટમાં યુવાનો અને રોજગાર માટે શું જાહેરાત કરવામાં આવી છે?
આ પણ વાંચો: મધ્યમવર્ગનું કાર લેવાનું સપનું થશે સાકાર, કસ્ટમ ડ્યૂટીને લઈ બજેટમાંથી રાહત
બજેટ 2025માં યુવાનો માટે શું જાહેરાત કરવામાં આવી હતી?
બજેટ 2025માં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આવનારા 5 વર્ષમાં લગભગ 4.1 કરોડ યુવાનો માટે રોજગારીનું સર્જન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના માટે નાણામંત્રીએ 2 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. 1,000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે. સામાન્ય બજેટમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપ્યું હતું. સસ્તી લોન આપવાની પણ નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી. નિર્મલા સીતારમણે ભાષણમાં શરૂઆતમાં જ કહ્યું હતું કે સરકારની પ્રાથમિકતા યુવાનોને રોજગાર આપવાની છે. લેધર સ્કીમ હેઠળ દેશમાં 22 લાખ નોકરીઓ નવી સર્જન થશે.