October 5, 2024

RBIએ સસ્તી લોનની આશાઓ પર પાણી ફેરવ્યું

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે વર્ષ 2024ની પહેલી નાણાકીય નીતિની જાહેરાત કરી છે. જેમાં રેપો રેટમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. આરબીઆઈએ પોતાની નાણાકીય નીતિની સમીક્ષા કરતા નિર્ણય કર્યો કે હાલ આ સત્રમાં રેપો રેટમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે. જે 6.50 ટકાના દરે ચાલતો હતો તેટલો જ રહેશે. આ સાથે લોકોની લોન સસ્તી થવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

રાહતની હતી આશા
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે બેંકની ક્રેડિટ પોલીસીની જાહેરાત બાદ સંબોધનમાં આ અંગે એલાન કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ફિલહાલ તમારી લોનની ઈમેઆઈમાં કોઈ રાહત મળતી નથી. મહત્વનું છેકે, આ નાણાકિય નીતિની બેઠક 6 ફેબ્રુઆરીના શરૂ થઈ હતી. જે 8 ફેબ્રુઆરીના રોજ પુરી થઈ હતી. આ સમીક્ષા બેઠકમાં આરબીઆઈના ક્રેડિય પોલીસી અંતર્ગત ‘વિડ્રોલ ઓફ અકોમોડેશ’ ને સ્થિર રાખ્યું છે.

આ પહેલા 8 ડિસેમ્બરે યોજાય હતી બેઠક
આ પહેલા 8 ડિસેમ્બરના રોજ આરબીઆઈની ત્રણ દિવસીય નાણાકિય નીતિની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય બેંકના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, સેન્ટ્રલ બેંકએ સ્ટેટસને મતલબ કે રેપો રેટને સ્થિર રાખ્યું છે. મહત્વનું છેકે, છેલ્લા ઘણા સમયથી RBI દ્વાર રેપોરેટના દરમાં ઘટાડો કે વધારો નથી કરવામાં આવી રહ્યો.