પ્રેમિકાના મોજશોખ માટે યુવક બન્યો ચેઇન સ્નેચર, ઘાટલોડિયામાં ચેઇન ચોરનાર MPના પૂર્વ ધારાસભ્ય પુત્ર નીકળ્યો

મિહિર સોની, અમદાવાદ: પ્રેમિકાના મોજશોખ માટે યુવક ચેઇન સ્નેચર બન્યો છે. ઘાટલોડિયામાં મહિલાને ચેઇન સ્નેચીંગ કરનાર આરોપી મધ્ય પ્રદેશના પૂર્વ ધારાસભ્ય પુત્ર નીકળ્યો છે. પોલીસે ચેઇન સ્નેચર પ્રદ્યુમ્નસિંગ ચંદ્રાવતની ધરપકડ કરી છે.
ઘાટલોડિયા પોલીસની ગીરફતમાં રહેલ આરોપી પ્રદ્યુમ્નસિંગ ચંદ્રાવત ચેઇન સ્નેચિંગ ગુનામાં ધરપકડ કરી છે. આરોપી પ્રદ્યુમનસિંગ ઘાટલોડીયામાં ગત્ત 25 જાન્યુઆરીના રોજ મહિલાના ગળામાંથી અઢી તોલા ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયો હતો. ઘાટલોડીયા પોલીસે CCTVના આધારે તપાસ કરી આરોપી પ્રદ્યુમ્નસિંગ ચંદ્રાવત થલતેજ ધરપકડ કરી છે. આરોપી ચેઇન સ્નેચર પ્રદ્યુમ્નસિંગ ચંદ્રાવત અમદાવાદમાં રહીને નોકરી કરે છે અને પ્રેમિકાના મોજશોખ માટે રૂપિયાની જરૂર હોવાથી ચેઇન સ્નેચિંગ રવાડે ચડ્યો હોવાની કબુલાત કરી છે.
પકડાયેલ ચેઇન સ્નેચર પ્રદ્યુમ્નસિંગ ચંદ્રાવત મૂળ મધ્ય પ્રદેશનો વતની છે અને પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યનો વીરેન્દ્રસિંગ ચંદ્રાવતનો પુત્ર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પ્રદ્યુમનસિંહને અમદાવાદની એક યુવતી સાથે પ્રેમ સંબંધ થઈ જતા તે અમદાવાદ રહેવા આવી ગયો અને થલતેજની એક પિજીમાં રહેતો અને ખાનગી બેંકમાં નોકરી કરે છે. આરોપી પ્રદ્યુમ્નસિંહ પ્રેમિકા મોજશોખ કરવા પૈસાની જરૂર પડતાં તેણે ચેઇન સેન્ચિંગ કરવાનું પ્લાન કર્યું અને પેહલો ગુનો કરતા પોલીસે હાથ પકડાઈ ગયો છે. હાલ આરોપીએ આવા બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ તેને લઈ પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.