January 31, 2025

આજથી સંસદનું બજેટ સત્ર થશે શરૂ, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

Budget session: આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે. દ્રૌપદી મુર્મુ આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધશે અને નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરશે. આવતીકાલે નાણામંત્રી મોદી 3.0 સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે. વિરોધ પક્ષોએ સંસદમાં મહા કુંભ હોનારત અંગે ચર્ચા કરવાની માંગ કરી છે. વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે સરકાર સામાન્ય લોકો પર ધ્યાન આપવાના બદલે વીઆઇપી લોકો પર ધ્યાન આપી રહી છે.

આ પણ વાંચોl: ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારને નડ્યો અકસ્માત, સદનસીબે થયો ચમત્કારિક બચાવ

મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સંપૂર્ણ બજેટ
આવતીકાલે નાણામંત્રી મોદી 3.0 સરકારનું પ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ કરશે અને સંસદનું આ બજેટ સત્ર 4 એપ્રિલ સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે આ બજેટમાં સરકાર ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરી શકે છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. સૌથી પહેલા આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિના સંબોધન પછી લોકસભા અને રાજ્યસભાની બેઠકો થશે જેમાં નાણામંત્રી આર્થિક સર્વે રજૂ કરશે. આજથી શરૂ થઈ રહેલું સંસદનું બજેટ સત્ર ખૂબ ખાસ રહેવાનું છે. નિર્મલા સીતારમણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણ તેમનું આ સતત આઠમું બજેટ છે કે જેઓ રજૂ કરશે.