લોકરક્ષકની ભરતી પ્રકિયામાં ફેરફાર, જાણી લો નવા નિયમો
ગાંધીનગરઃ રાજ્યના ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ ભરતીના નવા નિયમોની યાદી પ્રસિદ્ધ કરી છે. આગામી પોલીસ ભરતી નવા નિયમો પ્રમાણે કરવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા પોલીસ વિભાગની ભરતી પ્રકિયા પ્રમાણે ભરતીની મંજૂરી મળી છે.
નવા નિયમ પ્રમાણે, શારીરિક કસોટી નિયત સમયમર્યાદામાં પૂરી કરવાની રહેશે. ત્યારબાદ એમસીક્યૂના 100 માર્ક્સ હશે. પહેલા પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે. વિષયોમાં પણ ફેરબદલી કરવામાં આવી છે. ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ યુનિવર્સિટીના કોર્ષ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે. દોડના ગુણ ગણવામાં નહીં આવે. પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થનારા ઉમેદવારો જ ઓબ્જેક્ટિવ પરીક્ષા આપી શકશે.
ઉલ્લેખનીય છે કે, પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું. તે હવે રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ ટેસ્ટ લેવામાં આવતો હતો. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ A અને ભાગ B એમ બે ભાગમાં લેવામાં આવશે. જેમાં ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. જૂના પરીક્ષાના નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ કરવામાં આવ્યા છે.