January 22, 2025

રાજકોટ મનપા ફૂડ વિભાગની લાલઆંખ, અખાદ્ય વસ્તુઓનો કરાયો નાશ

Rajkot: છેલ્લા કેટલાક દિવસથી ખાદ્ય ચીજ વસ્તુઓમાં વંદા, ઈયળ નીકળવા જેવી ઘટના સામે આવે છે સાથે કેટલીક વખત અનેક હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં ઘણીવાર અખાદ્ય ચીજવસ્તુઓ પણ મળી આવતી હોય છે. જ્યારે હાલ રાજકોટમાં આવી જ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના કે.કે.વી ચોક પાસે આવેલ પૉમસ પિઝામાં 14 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ મનપા ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. ખાદ્ય વસ્તુઓને લઈને જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કે.કે.વી ચોક પાસે આવેલ પૉમસ પિઝામાં 14 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. જ્યારે વગડ ચોકડી પાસેથી રજની ઢોસામાંથી 7 કીલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. હાજેનિક કન્ડિશન જાળવવા સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, ફૂડ વિભાગે 20 સ્થળે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 7 વેપારી લાયસન્સ બાબતે સૂચના આપવમાં આવી છે તો 4 વેપારીને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ફી માટે વિદ્યાર્થીઓને ત્રાસ ન આપો… અમદાવાદ શહેર DEOએ કહ્યું- વિદ્યાર્થીઓને હેરાન કરશો તો કડક પગલાં લઈશું