January 22, 2025

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે જાહેર, રાજ્યની 79 નગરપાલિકાની ચૂંટણીઓ થશે જાહેર

Gujarat Election: આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થવાની છે. રાજ્ય ચૂટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે. જૂનાગઢ મહાનગર પાલિકાની પણ ચૂંટણી થશે જાહેર. રાજ્યની 70 નગરપાલિકાની ચૂંટણીઓ થશે જાહેર. રાજ્યની 3 તાલુકા પંચાયત, 79 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો: સુરતમાં વિધાર્થીના આપઘાત મામલે શાળા સંચાલકોએ કહ્યું કે કોઈ પણ ટોર્ચરિંગ કરવામાં આવ્યું નથી

નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની નેતાની સાથે રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓની તારીખો આજે જાહેર ખશે. આ ચૂંટણી માટે 27% ઓબીસી, 14% એસટી અને 7% એસસી અનામત સાથે બેઠકો ફાળવવામાં આવશે.