પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને 14 વર્ષની અને તેની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા
Imran Khan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં તેને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં તેની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો: PM મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોનું કર્યું ઉદઘાટન, નવી કારોનું થશે પ્રદર્શન
ઈમરાન ખાનની મુસીબતોમાં વધારો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતોમાં સતત વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે ઈમરાન ખાનને ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં સજા સંભળાવી છે. જેમાં ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ કેસ વર્ષ 2023માં કરવામાં આવ્યો હતો. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી) એ ડિસેમ્બર 2023 માં ખાન, 72, બુશરા બીબી, 50 અને અન્ય છ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો,