સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીની તસવીર, CCTVમાં કેદ થયો ફોટો

Saif Ali Khan: સૈફ અલી ખાન પર હુમલો કરનાર શકમંદનો પહેલો ફોટો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે અભિનેતા પર હુમલાના આરોપીની ઓળખ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. હાલ સૈફ લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચો: બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકો જ નાગરિક ચૂંટણી લડી શકશે, સીએમ નાયડુએ કરી જાહેરાત
CCTVમાં ફોટો આવ્યો સામે
સૈફ અલી ખાન પર હુમલો કરનાર શકમંદ આરોપીની પહેલી તસવીર સામે આવી છે. હુમલો કરનાર આરોપીનો CCTV ફોટો મળી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. 16 જાન્યુઆરીના રોજ સવારે 2:33 વાગ્યે બિલ્ડિંગની સીડી પર હતો. અભિનેતાના ઘરે એક અજાણ્યો શખ્સ ચોરીના ઈરાદે આવ્યો હતો.