January 17, 2025

બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકો જ નાગરિક ચૂંટણી લડી શકશે, સીએમ નાયડુએ કરી જાહેરાત

Tirupati: આંધ્રપ્રદેશમાં જે લોકો બેથી વધુ બાળકો ધરાવતા હશે તે જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે. તેની જાહેરાત ખુદ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કરી છે. નાયડુએ કહ્યું કે તેઓ લોકોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા સંબંધિત નીતિઓ હવે લાવશે.

આ પણ વાંચો: વાળમાં એલોવેરા જેલ લગાવવાની સાચી રીત શું છે?

સંબંધિત નીતિઓ હવે લાવશે
નાયડુએ કહ્યું કે તેઓ લોકોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા સંબંધિત નીતિઓ હવે લાવશે. એક સમય એવો પણ હતો કે વધુ બાળકો ધરાવતા લોકોને પંચાયત અથવા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવાની મંજૂરી પણ ના હતી. મીડિયા સાથેની વાતચિતમાં તેમણે જણાવ્યું કે હવે હું કહું છું કે ઓછા બાળકો ધરાવતા લોકો ચૂંટણી લડી શકતા નથી. જો તમારી પાસે બે કરતાં વધુ બાળકો હોય તો જ તમે સરપંચ, મ્યુનિસિપલ કાઉન્સિલર, કોર્પોરેશનના અધ્યક્ષ અથવા મેયર બનશો.”