ગીર-સોમનાથના અહેમદપુર-માંડવી બીચ પર ઉજવાશે બીચ ફેસ્ટિવલ, જાણી લો તારીખ
ગીર સોમનાથઃ સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવને હવે ગીરનાં બીચો ટક્કર આપશે. ગીરમાં બીચના પ્રસાર-પ્રચાર અને વિકાસ માટે રાજ્ય સરકાર અને સ્થાનિક કલેકટરે કમર કસી છે.
ગીરમાં અનેક નયનરમ્ય બીચ-દરિયાકિનારાઓ આવેલા છે. જેમાં દીવના ઘોઘલાને અડીને આવેલા અહેમદપુર માંડવી બીચનો સમાવેશ થાય છે. દીવની હદ પૂરી થાય અને ગુજરાતના ગીરની હદ શરૂ થાય એ જગ્યા એટલે અહેમદપુર-માંડવી બીચ. ગીર કલેક્ટરે આ જગ્યાએ વિઝિટ કરી હતી અને ત્યારબાદ સરકારને રજૂઆત કરી હતી.
હવે આ બીચને ડેવલપ કરવાનું બીડું ગીર કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉઠાવ્યું છે. અહીં ત્રણ દિવસ સુધી બીચ ફેસ્ટિવલનું આયોજન પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી 24, 25 અને 26મી જાન્યુઆરીએ રંગારંગ રીતે અહીં ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવશે.