દિલ્હી-NCRમાં હવા ફરી ઝેરી બની, GRAP-4 લાગુ કરાયું, જાણો કયા નિયંત્રણો થશે લાગુ
દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે Grap-4ના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેમાં હાઈવે, રોડ, ફ્લાયઓવર, પાવર લાઈનો, પાઈપલાઈન અને સાર્વજનિક પ્રોજેક્ટ સહિત તમામ બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. ઇલેક્ટ્રિક, CNG અને BS-4 ડીઝલ વાહનો સિવાય દિલ્હીની બહાર નોંધાયેલા બિન-આવશ્યક હળવા કોમર્શિયલ વાહનો પર પણ પ્રતિબંધ રહેશે.
ફેક્ટરીઓ, બાંધકામ અને વાહનવ્યવહાર પર શું નિયંત્રણો લાદવામાં આવશે?
ટ્રક લોડર અને અન્ય ભારે વાહનોને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તમામ પ્રકારના બાંધકામ અને ડિમોલિશનના કામ પર પ્રતિબંધ રહેશે. પાકા રસ્તાઓ પર બાંધકામ સામગ્રી લઈ જતા વાહનો પર પ્રતિબંધ રહેશે. ખુલ્લામાં કચરો સળગાવવા પર પ્રતિબંધ રહેશે, પોલીથીન અને પ્રદૂષિત પદાર્થોના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે.
ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે એટલે કે બુધવારે સવારે 5.30 વાગ્યે સફદરજંગ વિસ્તારમાં હળવા ધુમ્મસ સાથે શાંત પવન હતો. જ્યારે લઘુત્તમ દૃશ્યતા 200 મીટર અને પાલમમાં લઘુત્તમ દૃશ્યતા 150 મીટર નોંધાઈ હતી.