રાજકોટ SOG પોલીસને મળી સફળતા, 18 લાખની કિંમતના ડ્રગ્સ સાથે બે લોકોને દબોચ્યા
Rajkot: રાજ્યમાં ફરી એકવખત માદક પદાર્થની હેરાફેરી કરનારા ઝડપાયા છે. રાજકોટ SOG પોલીસે માદક પદાર્થ જથ્થા સાથે બે યુવાનોને ઝડપી પાડ્યા છે. 18 લાખની કિંમતના 392 ગ્રામ ડ્રગ્સ સાથે ફૈઝલ ચૌહાણ, રાજમલ મીણા નામના યુવાનની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી અનુસાર કુવાડવા રોડ ઉપરથી બે યુવાનને માદક પદાર્થ જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેમની પાસે 18 લાખની કિંમતના 392 ગ્રામ ડ્રગ્સ સાથે ફૈઝલ ચૌહાણ, રાજમલ મીણા નામના યુવાનને પોલીસે ઝડપયા છે. શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધાયો છે. જોકે, આ મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વલસાડની વધુ એક હોસ્પિટલની બેદરકારી! સારવાર દરમિયાન બાળકનું મોત