January 15, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે આ દિવસે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરુ થવાની છે. જોકે હજૂ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લેશે, જેમાંથી અત્યાર સુધીમાં 6 ટીમોની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:અમરેલી લેટરકાંડમાં નિર્લિપ્ત રાયની એન્ટ્રી, સમગ્ર તપાસ SMC કરશે

આ દેશની નથી કરાઈ ટીમની જાહેરાત
ટીમ ઈન્ડિયા અને ટીમ પાકિસ્તાનની હજૂ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. આ સપ્તાહના અંત સુધીમાં બંને ટીમોની જાહેરાત થવાની સંભાવનાઓ છે. ટીમ ઈન્ડિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરવા માટે વિજય હજારે ટ્રોફી ફાઈનલના એક દિવસ પછી 19 જાન્યુઆરીએ પસંદ કરવામાં આવી શકે એમ છે. કુલદીપ યાદવ ફિટ નહીં હોય તો બીજા વિકેટકીપર અને લેગ સ્પિનર અંગે ચર્ચા થઈ શકે છે. જેમાં પંતનું નામ આવી શકે છે. ધ્રુવ જુરેલ, સંજુ સેમસન અને ઈશાન કિશન વચ્ચે ત્રિકોણીય મુકાબલો થવાની સંભાવનાઓ છે.