January 15, 2025

ઉત્તરાયણનો પવિત્ર તહેવાર આપ સૌના જીવનમાં નવો ઉત્સાહ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે એવી અભ્યર્થના: PM મોદી

PM Modi: પીએમ મોદીએ દેશભરના લોકોને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી અને બધાને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “મકરસંક્રાંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉત્તરાયણ સૂર્યને સમર્પિત આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે.”

મકરસંક્રાંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે મકરસંક્રાંતિ અને ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપ સૌના જીવનમાં નવો ઉત્સાહ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે એવી અભ્યર્થના….!!!

તમને જણાવી દઈએ કે સોમવારે પીએમ મોદીએ તેમના કેન્દ્રીય કેબિનેટ સાથીદાર અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેલંગાણા એકમના પ્રમુખ જી કિશન રેડ્ડીના નિવાસસ્થાને સંક્રાંતિ ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે રાજધાની દિલ્હીના નારાયણ વિહાર વિસ્તારમાં લોહરી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને કૃષિ સંબંધિત આ તહેવારની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

તમને જણાવી દઈએ કે મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામો અને પદ્ધતિઓ સાથે ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. તમિલનાડુમાં આ તહેવાર પોંગલ તરીકે ઓળખાય છે. આસામમાં તેને માઘ બિહુ કહેવામાં આવે છે અને ગુજરાતમાં તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે.