January 14, 2025

કાશ્મીર પ્રવાસ પર PM મોદી, સોનમર્ગ ટનલનું કર્યું ઉદ્ઘાટન

Narendra Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટનલ શરૂ થતાની સાથે સામાન્ય લોકોને તેમજ દેશના સશસ્ત્ર દળોને મોટો ફાયદો થવાની આશા છે. આ ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે.

આ પણ વાંચો: મહાકુંભમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, 2ની હાલત ગંભીર

તમામ વેધર કનેક્ટિવિટી ઉપલબ્ધ રહેશે
શિયાળાની ઋતુમાં હિમવર્ષાના કારણે આ વિસ્તારનો હાઇવે 6 મહિના સુધી બંધ રહે છે. જો કે, હવે ઝેડ મોડ ટનલના ઉદ્ઘાટન બાદ લોકોને ટનલથી તમામ હવામાનની કનેક્ટિવિટી મળશે. આ પ્રોજેક્ટ સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને આ વિસ્તારમાં બેરોજગારી દૂર કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. શિયાળામાં સોનમર્ગનો નજારો ખૂબ જ સુંદર હોય છે. પરંતુ રસ્તાઓ બંધ હોવાને કારણે પ્રવાસીઓને અહીં આવવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે. પરંતુ હવે તે સમસ્યાનો સામનો લોકોને નહીં કરવો પડે. ઝેડ મોર ટનલની મદદથી શ્રીનગર અને સોનમર્ગ વચ્ચે વર્ષભરની કનેક્ટિવિટી આ સ્થળની વૈશ્વિક આકર્ષણમાં પણ વધારો કરશે. સોનમર્ગ હવે દેશની સાથે દુનિયામાં પણ પ્રખ્યાત થશે.