સૂર્યા ENG સામેની T20 સિરીઝમાં બસ આટલા રન બનાવતાની સાથે રોહિત રહી જશે પાછળ
Suryakumar Yadav T20I Runs Against England: ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે. તેને રોહિતને પાછળ છોડવાની તક મળશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમાવાની છે આ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ T20 મેચની સિરીઝ રમાવાની છે. જેના માટે બંને ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. અક્ષર પટેલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આવો જાણીએ કે કેવી રીતે સૂર્યકુમાર રોહિતનો તોંડી શકે છે રેકોર્ડ.
ઇંગ્લેન્ડ સામે T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
વિરાટ કોહલી- 648 રન
રોહિત શર્મા- 467 રન
સૂર્યકુમાર યાદવ- 321 રન
હાર્દિક પંડ્યા- 302 રન
મહેન્દ્ર સિંહ ધોની- 296 રન
આ પણ વાંચો: અમદાવાદમાં પેલેડિયમ મોલ પાસે ખુલ્લી તલવારો સાથે આતંક મચાવનાર 5 શખ્સોને પોલીસે દબોચી લીધા
સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ સામે T20માં 321 રન બનાવ્યા
સૂર્ય ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20I શ્રેણીમાં 147 રન બનાવવામાં સફળ થાય છે, તો તે રોહિતને પાછળ છોડી દેશે અને બીજા સ્થાન પર પહોંચી જશે. ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની ટીમની વાત કરવામાં આવે તો અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ,રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).