નારી સ્વાભિમાન આંદોલન હેઠળ પરેશ ધાનાણીની સુરતમાં કરાઈ અટકાયત
Surat: અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીની ધરપકડના મામલે રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે. જે ઘટનાને લઈને સુરતમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે વિરોધ વ્યક્ત કર્યો હતો. નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા હેઠળ પરેશ ધાનાણી માનગઢ ચોક ખાતે ધરણા કરવા પહોંચ્યા હતા. પરંતું અહીં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીની ધરપકડ મામલે ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે પરેશ ધાનાણીએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે. નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા હેઠળ પરેશ ધાનાણી માનગઢ ચોક ખાતે ધરણા કરવા પહોંચ્યા હતા. પરંતુ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત ધરણા કરે તે પહેલા પોલીસે અટકાયત કરી હતી. જોકે, પોલીસ દ્વારા આ ધરણાને મંજૂરી આપવામાં આવી નહોતી. ધરણા યોજવા આવેલા તમામની અટકાયત કરવામાં આવી હતી. જોકે, પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યું છે કે, પોલીસ સ્ટેશનમાં પણ ધરણાં ચાલુ રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં પેલેડિયમ મોલ પાસે ખુલ્લી તલવારો સાથે આતંક મચાવનાર 5 શખ્સોને પોલીસે દબોચી લીધા