આજે પોષી પૂનમ, મા અંબાનો પ્રાગટ્ય દિવસ; દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી ભક્તોની ભીડ
Ambaji: આજે યાત્રાધામ અંબાજીમાં માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગબ્બર ગોખ અને અંબાજી મંદિર રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. પૂનમના પવિત્ર દિવસે માના જ્યોતિસ્થાન ગબ્બરની “અખંડ જ્યોત”ની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી છે. ગબ્બર ગોખના જ્યોતમાંથી માતાજી સ્વરૂપે જ્યોતનો અંશ લેવામાં આવ્યો. આ સિવાય મહાઆરતી પણ કરવામાં આવી.
પોષી પૂનમને લઈને અંબાજીમાં દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડી છે. અંબાજીમાં માંતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માતાજીને મેવા મીઠાઈનો કેક ધરાવવામાં આવ્યો છે. ગબ્બર ગોખ મંદિર ખાતે પૂજા-અર્ચના કર્યા બાદ ગબ્બર મંદિરના શિખર પર ધજા ચઢાવાઈ છે. ગબ્બર પર્વત પર શ્રદ્ધાળુ – ગામજનો અને પંડિતો દ્વારા જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું છે. ગબ્બરથી લાવેલી જ્યોતને મુખ્ય મંદિરની જયોતમાં મિલાવવામાં આવશે. ત્યાર બાદ દિવ્ય જ્યોતને શોભાયાત્રામાં સામેલ કરાશે. ગબ્બર ગોખથી જ્યારે દિવ્ય જ્યોત નિજ મંદિર ખાતે નીકળે છે ત્યારે રસ્તામાં ગામજનો દિવ્ય જ્યોતનું ઠેર ઠેર સ્વાગત કર્યું છે.
આ પણ વાંચો: વડોદરામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર આરોપી ઝડપાયો