અમદાવાદમાં HMPVનો ફરી એક કેસ, કચ્છથી આવેલ 59 વર્ષના પુરુષને HMPV નોંધાયો

HMPV Case: અમદાવાદમાં HMPVનો ફરી એક કેસ નોંધાયો છે. કચ્છથી આવેલ 59 વર્ષના પુરુષને HMPV નોંધાયો છે. હાલમાં ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી કોઈ પ્રવાસની વિગત સામે આવી નથી.

આ પણ વાંચો: Whatsappની આ ટ્રિક્સ વિશે તમે નહીં જાણતા હોવ, જોઈ લો અત્યારે જ

વાયરસથી બાળકોની સંભાળ કેવી રીતે રાખવી
આ વાયરસ બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે, આવી સ્થિતિમાં બાળકોની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. બાળકોની સંભાળ રાખવા માટે આ બાબતોનું ધ્યાન રાખો.

  • ચેપગ્રસ્ત વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળો
  • તમારા આહારનું ધ્યાન રાખો
  • બાળકોને નિયમિતપણે હાથ સાફ કરવાની સલાહ આપો
  • તમારા બાળકને ચેપથી બચાવવા માટે યોગ્ય પગલાં લો