ઉત્તરાયણને લઈને હાઇકોર્ટનો હુકમ, કાચ પાયેલા દોરા-નાયલોન દોરી પર પ્રતિબંધ

અમદાવાદઃ ઉત્તરાયણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ પાયેલા કોટન થ્રેડ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તો બીજી તરફ, રાજ્ય સરકારે પણ પ્રતિબંધનો પાલન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ત્યારે 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા માટે સરકારે કોર્ટમાં ખાતરી આપી છે. આ મામલે 13મી જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.