પીએમ મોદીએ જેમની સાથે પોડકાસ્ટ કર્યું તે નિખિલ કામથ કોણ છે?

Who Is Nikhil Kamath: નરેન્દ્ર મોદીના પોડકાસ્ટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમના એન્કર નિખિલ કામથ છે. નિખિલ કામથે વર્ષ 2024 માં, તેમણે તેમના પોડકાસ્ટમાં ઘણી હસ્તીઓની મુલાકાત લીધી હતી અને તેમના પોડકાસ્ટના વીડિયો શેર કર્યા હતા. હવે તમને સવાલ થતો હશે કે આ એન્કર નિખિલ કામથ છે કોણ? આવો જાણીએ.

આ પણ વાંચો:IND-W vs IRE-W: રાજકોટના મેદાનની પીચ કેવી રહેશે? આવો જાણીએ

કોણ છે નિખિલ કામથ?
નિખિલ કામથ અબજોપતિ ઉદ્યોગપતિ અને રોકાણકાર છે. નિખિલ હમેંશા લાઈમલાઈટથી દૂર રહેવા માગે છે. નિખિલ કામથ રિટેલ સ્ટોક બ્રોકર ઝેરોધા અને એસેટ મેનેજમેન્ટ કંપની ટ્રુ બીકનના સહ-સ્થાપક છે. ભારતના 100 સૌથી ધનિક લોકોની ફોર્બ્સની યાદીમાં તેમનુ નામ છે. કામથના પિતા રઘુરામ કામથ કેનેરા બેંકમાં એક્ઝિક્યુટિવ ઓફિસર હતા. તેની માતા રેવતી કામથ વીણા પ્લેયર હતા. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતું કામથે 10 પછીનો અભ્યાસ કર્યો નથી. તેની પાસે 10મા ધોરણની ડિગ્રી પણ નથી. કોલ સેન્ટરમાં કામ કરીને કામથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. માર્ચ 2023 પછી કામથે WTF is podcast હોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. રિતેશ અગ્રવાલ, તન્મય ભટ્ટ, કિરણ મઝુમદાર-શો, સુનીલ શેટ્ટી, રોની સ્ક્રુવાલા સહિત કામથે ઘણા લોકોને હોસ્ટ કર્યા હતા. વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હોસ્ટ કર્યા છે. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.