દિલ્હીમાં વરસાદની શક્યતા, જાણો ગુજરાતનું હવામાન કેવું રહેશે

Weather Forecast Today: દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે. દિલ્હી-NCRમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ ભારે ઠંડી પડી રહી છે. શનિવારે દિલ્હીમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવો જાણીએ હવામાન વિભાગે ગુજરાતમાં શું આગાહી કરી છે.
યુપી દિલ્હીનું હવામાન આજે આવું રહેશે
આજના દિવસે દિલ્હીમાં મોટાભાગના સ્થળોએ ધુમ્મસ જોવા મળશે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આવતીકાલે વરસાદની સંભાવનાઓ છે. ભારે પવન ફૂંકાશે તેવી સંભાવનાઓ છે. ઉત્તર પ્રદેશના હવામાનની વાત કરવામાં આવે તો યુપીમાં ભારે વરસાદ પડી શકે છે. શનિવારે પવનની દિશા બદલાવાને કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
#WATCH | Visibility reduced to zero as a blanket of dense fog witnessed in parts of Delhi-NCR
(Visuals from Rajokri area) pic.twitter.com/Pw89P7oavt
— ANI (@ANI) January 10, 2025
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
રાજ્યમાં હાલ લોકોને ડબલ ઋતુનો અનુભવ થશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. જોકે આગામી 2 દિવસ વાતાવરણમાં કોઈ ખાસ બદલાવ જોવા મળશે નહીં. તાપમાન 2-3 ડિગ્રી સુધી વધી શકે છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. જેના કારણે તાપમાનમાં વધારો થશે.