January 8, 2025

ઈસરોને સ્પેસમાં કઠોળ ઉગાડવામાં મળી સફળતા, મિશન લોન્ચ કર્યાના ચાર દિવસમાં દાણામાંથી અંકુર ફૂટ્યા

ISRO: સ્પેસમાં કઠોળ ઉગાડવામાં ઈસરોને સફળતા મળી છે. પીએસએલવી-60 પોએમ-4 પ્લેટફોર્મ દ્વારા ચોળાના દાણા સ્પેસમાં મોકલવામાં આવ્યા હતા. મિશન લોન્ચ કર્યાના ચાર દિવસમાં દાણામાંથી અંકુર ફૂટ્યા હતા. સ્પેસ એજન્સીએ કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડીઝ મિશનના ભાગરૂપે ચોળાના 8 દાણા સ્પેસમાં મોકલ્યા હતા. આ પ્રયોગ વિક્રમ સારાભાઈ સેન્ટર ખાતે હાથ ધરાયો હતો.

આ પણ વાંચો: PM મોદી આજે દિલ્હીમાં કરશે 12200 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ

જાણો આ સફળતા આટલી મોટી કેમ છે
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર દ્વારા વિકસિત ‘કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડીઝ’ (CROPS) પ્રયોગે માઇક્રોગ્રેવિટીમાં છોડની વૃદ્ધિનો અભ્યાસ કરવામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોન્ચ કર્યાના ચાર દિવસમાં દાણામાંથી અંકુર ફૂટવા લાગ્યા છે. હવે તેમાંથી પાંદડા નીકળવાની અપેક્ષા છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે અવકાશમાં છોડ કેવી રીતે ઉગે છે, જે ભવિષ્યની લાંબી અવકાશ કામગીરીમાં પાક ઉત્પાદન માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ પ્રયોગની અત્યાર સુધીની સફળતા અવકાશમાં છોડ ઉગાડવાની ભારતની ક્ષમતા દર્શાવે છે.