January 8, 2025

Tesla Cybertruck Blast: આતંકવાદી નહીં પરંતુ આ બીમારીથી પીડિત હતો આરોપી, થયો મોટો ખુલાસો

America: 37 વર્ષીય મેથ્યુ લિવલ્સબર્ગરે 1 જાન્યુઆરીએ ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટકો મૂકીને બ્લાસ્ટ કર્યો હતો. આ વ્યક્તિએ લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલની બહાર ભાડાના ટેસ્લા સાયબરટ્રકમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કર્યા પછી પોતાને ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ સમગ્ર અમેરિકામાં હલચલ મચી ગઈ હતી અને હવે તપાસમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે.

પોલીસ તપાસ દરમિયાનલ એક નોટ્સ મળી છે. જેમા લખ્યું છે કે લીવલ્સબર્ગરે તેની ક્રિયાઓને “સાથી સેવા સભ્યો, અનુભવીઓ અને તમામ અમેરિકનો” માટે ચેતવણી ગણાવી હતી અને દાવો કર્યો હતો કે દેશનું નેતૃત્વ “નબળા અને નકામા લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેઓ ફક્ત પોતાને સમૃદ્ધ બનાવવા માટે કામ કરે છે”. પોલીસે એમ પણ કહ્યું હતું કે જ્યારે આ ઘટના અસામાન્ય અને સનસનાટીભરી હતી. પરંતુ આત્મહત્યાનો એક દુ:ખદ કેસ હોવાનું જણાયું હતું. જેમા એક યુદ્ધ અનુભવી વ્યક્તિ સામલ હતો. જે PTSD અને અન્ય સમસ્યાઓથી પરેશાન હતો.

આ પણ વાંચો: Delhi Assembly Elections: BJPએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

“આ કોઈ આતંકવાદી હુમલો ન હતો,” લીવલ્સબર્ગરે તેની નોંધમાં કહ્યું. તે એક ચેતવણી હતી.” તપાસમાં જાણવા મળ્યું છે કે યુએસ આર્મીના સ્પેશિયલ ફોર્સના સૈનિક મેથ્યુ લેવલ્સબર્ગરે લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલની બહાર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. એવું પણ બહાર આવ્યું હતું કે તે PTSDથી પીડિત હતો અને ઘણી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો.