January 8, 2025

ઓસ્ટ્રેલિયા સામે પંતની શાનદાર ઇનિંગ, એમ છતાં એક મહાન રેકોર્ડ ચૂક્યો

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5મી ટેસ્ટ મેચ સિડનીમાં હાલ રમાઈ રહી છે. બુમરાહે ટોસ જીત્યો હતો અને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા જ દાવમાં ટીમ ઈન્ડિયા 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 181 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પંતે શાનદાર ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક મોટો રેકોર્ડ બનાવતા તે ચૂકી ગયો હતો.

પંત આ મહાન રેકોર્ડથી ચૂકી ગયો
ટીમ ઈન્ડિયા જ્યારે પંતને મેદાનમાં ઉતાર્યો હતો ત્યારે તેણે ટીમ ઈન્ડિયાએ 78 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. પંતે આ મેચમાં 33 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત તરફથી આ બીજી સૌથી ઝડપી અડધી સદી છે. આ પહેલા પંતએ વર્ષ 2022માં શ્રીલંકા સામે 28 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ વખતે તે પોતાનો જ રેકોર્ડ તોંડી શક્યો હોત. પરંતુ તે ચૂકી ગયો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી
28 બોલ – પંત
29 બોલ – પંત
30 બોલ – કપિલ દેવ
31 બોલ – શાર્દુલ ઠાકુર
31 બોલ – યશસ્વી જયસ્વાલ

આ પણ વાંચો:કોરોના મહામારી બાદ ચીનમાં નવા વાયરસે મચાવી તબાહી? ચીનના વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

50 વર્ષ બાદ આ રેકોર્ડ તોડ્યો
પંતે તેની 61 રનની ઇનિંગ દરમિયાન કુલ 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. 184.85ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ પહેલા ઈંગ્લેન્ડના જોન બ્રાઉન (મેલબોર્ન 1895) અને વેસ્ટ ઈન્ડિઝના રોય ફ્રેડરિક્સ (પર્થ 1975)એ 33 બોલમાં સૌથી ઝડપી ઈનિંગ્સ રમી હતી. પંતે 50 વર્ષ બાદ આ રેકોર્ડ તોડ્યો છે.