January 8, 2025

વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર થઈ માથાકૂટ , ભાજપ નેતાઓ જાહેરમાં બાખડ્યા

Vadodara News: વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમયે માથાકૂટ થઈ હતી. પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. બંને ભાજપ નેતાઓ જાહેરમાં બાખડ્યા હતા.

આ પણ વાંચો: કોરોના મહામારી બાદ ચીનમાં નવા વાયરસે મચાવી તબાહી? ચીનના વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

પ્રમુખ પદ મેળવવા સક્ષમ ઉમેદવારોએ ભર્યા ફોર્મ
આજે જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટે ફોર્મ ભરવામાં આવશે. 6 તારીખે પ્રદેશ કાર્યાલય ની બેઠકમાં યાદી રજૂ કરવામાં આવશે. 10 મી જાન્યુઆરીએ જિલ્લા ભાજપ પ્રમુખ જાહેરાત થઈ શકે છે. આ વચ્ચે પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. બંને ભાજપ નેતાઓ જાહેરમાં બાખડ્યા હતા. અન્ય નેતાઓએ બંને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.