January 7, 2025

ચાઈનીઝ દોરી વેચનારા થઈ જજો સાવધાન! ડભોઈમાં ઝડપાયો ચાઈનીઝ દોરીનો જથ્થો

Dabhoi: ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં ચાઈનીઝ દોરીનો જથ્થો પકડાવવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. આ વચ્ચે હવે ડભોઈમાંથી અલગ અલગ જગ્યા પરથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. મોરવાણી જીન વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા લોકો તેને ઉપયોગ કરતા હોય છે. ત્યારે હવે ડભોઈમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. SOGએ ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે 18 હજારના ચાઈનીઝ ફીરકી પણ જપ્ત કરી છે. આ ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: રોહિત શર્માએ નિવૃત્તિ અંગે કરી મોટી જાહેરાત, સિડની ટેસ્ટ વચ્ચે મૌન તોડતા કહી આ વાત