January 5, 2025

મહાકુંભ માટે 3 હજાર સ્પેશિયલ ટ્રેન દોડશે, અન્ય કઈ સુવિધાઓ મળશે?

Kumbh Mela 2025: મહા કુંભ મેળા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં મહા કુંભ મેળા માટે રેલવેએ પણ ખાસ વ્યવસ્થા કરી છે. રેલવે 3000 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. જેના કારણે આ મેળામાં આવતા લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે.

આ પણ વાંચો: IRCTC સેવા ફરી બંધ થઈ, 50 મિનિટ સુધી સેવા બંધ રહેલા મુસાફરો થયા હેરાન

ટોટલ 13000 ટ્રેનો દોડશે
ટ્રેનો પ્રયાગરાજ સંગમ-જૌનપુર-પ્રયાગ-પ્રયાગરાજ,પ્રયાગરાજ-અયોધ્યા-વારાણસી-પ્રયાગરાજ,ગોવિંદપુરી-પ્રયાગરાજ-ચિત્રકૂટ-ગોવિંદપુરી અને ઝાંસી-ગોવિંદપુરી-પ્રયાગરાજ-ચિત્રકૂટ-માણિકપુર-ઝાંસી રૂટ પર દોડશે. જેમાં 10,000 થી વધુ નિયમિત ટ્રેન દોડશે. 3,000 ટ્રેન એવી હશે તે વિશેષ રીતે દોડાવવામાં આવશે. રેલવે પ્લેટફોર્મ પર 1186 સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. 18 હજારથી વધુ આરપીએસ અને એસઆરપી જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે.