January 5, 2025

IRCTC સેવા ફરી બંધ થઈ, 50 મિનિટ સુધી સેવા બંધ રહેલા મુસાફરો થયા હેરાન

IRCTC Down: ભારતીય રેલવેનું સત્તાવાર ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ડાઉન થયું હોવાનું સામે આવ્યું છે. આ ડિસેમ્બરમાં જ IRCTCની વેબસાઈટ ત્રણ વખત ડાઉન થઈ ગઈ છે. આવું થવાના કારણે લાખો લોકોને મુશ્કેવી વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: યમનમાં ભારતીય નર્સને અપાઈ મોતની સજા, શું કહ્યું ભારતના વિદેશ મંત્રાલયે?

ફરી એકવાર ડાઉન થઈ ફરી IRCTCની સેવા
ભારતીય રેલ્વેના અધિકૃત ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ IRCTCની સેવા આજે ફરી ડાઉન થઈ છે. લાખો મુસાફરોને તેનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ મહિનામાં આ ત્રીજી વખત આવું થયું છે. IRCTCની વેબસાઇટ અને એપ બંનેમાં આ સમસ્યા આવી રહી છે. યુઝર્સ એપ અને વેબસાઈટ દ્વારા ટિકિટ બુક કરાવી શકતા નથી. જેના કારણે ચોક્કસ મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે. 50 મિનિટ સુધી સેવા બંધ રહી છે.