ઇસરોએ ઇતિહાસ રચ્યો, Spadex મિશનનું સફળતાપૂર્વક લોન્ચિંગ
ISRO Spadex Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) સોમવારે રાત્રે 10:00 વાગ્યે શ્રીહરિકોટાથી PSLV રોકેટ દ્વારા તેનું સ્પેડેક્સ મિશન (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ) લોન્ચ કર્યું હતું. ISROએ તેને ભારતના સ્પેસ પ્રોગ્રામમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે.
એવું માનવામાં આવે છે કે, ISROના આ મિશનની સફળતા ભારતીય સ્પેસ સ્ટેશનના (BAS) નિર્માણ અને ચંદ્રયાન-4 મિશનની સફળતા નક્કી કરશે. આ જ કારણ છે કે, આ લોન્ચિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
શું છે Spadex મિશન?
આ મિશનમાં બે ઉપગ્રહો છે. પ્રથમ ચેઝર અને બીજું ટારગેટ. ચેઝર સેટેલાઇટ ટારગેટને પકડશે. તેની સાથે ડોકીંગ કરશે. આ સિવાય એક વધુ મહત્વનો ટેસ્ટ થઈ શકે છે. ઉપગ્રહમાંથી એક રોબોટિક આર્મ્સ બહાર આવ્યો છે, જે હૂક દ્વારા એટલે કે ટિથર્ડ રીતે ટારગેટને પોતાની તરફ ખેંચશે. આ ટારગેટ અલગ ક્યુબસેટ હોઈ શકે છે.
આ પ્રયોગથી ભવિષ્યમાં ઈસરોને ભ્રમણકક્ષા છોડીને અલગ દિશામાં જઈ રહેલા ઉપગ્રહોને ફરી ભ્રમણકક્ષામાં લાવવાની ટેક્નોલોજી મળશે. આ ઉપરાંત ઓર્બિટમાં સર્વિસિંગ અને રિફ્યુઅલિંગનો વિકલ્પ પણ ખુલશે. સ્પેડેક્સ મિશનમાં બે અલગ-અલગ અવકાશયાન અવકાશમાં જોડીને બતાવી શકાશે.