January 4, 2025

નવાપુરાના મદનઝાંપા રોડ પર હત્યા, ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા વ્યક્તિને છરીના ઝીંક્યા

વડોદરાઃ નવાપુરા વિસ્તારમાં આવેલા જયરત્ન બિલ્ડિંગ પાસે સાંજના સમયે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં પાડોશી મિત્ર સંતોષ અને નિલય વચ્ચે પૈસાની લેતીદેતીમાં ઝઘડો થયો હતો. આ ઘટનામાં સંતોષનો પિતરાઈ ભાઈ નીતિન વચ્ચે પડતા નિલય સાથે તેનો પણ ઝઘડો થયો હતો.

આ દરમિયાન કપિલ નામનો વ્યક્તિ ઝઘડો બંધ કરાવવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારે નીતિને કપિલને પ્લાસ્ટિકની ડોલ મારતા ઉશ્કેરાઈ ગયેલા કપિલે છરીના ઘા ઝીંક્યા હતા. જેમાં ચાકુ વાગતા નીતિન બેભાન થઈ ગયો હતો, જેને સયાજી હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન મોત થયું છે.

પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો નોંધી આરોપી કપિલની અટકાયત કરીને છરી કબજે કરી છે. આરોપી રિક્ષાચાલક છે અને તેના પર બેવાર અટકાયતી પગલાં તેમજ જુગારના કેસ પણ નોંધાયેલા છે. ગત રોજ પણ આરોપીનું વ્હિકલ ડિટેઈન કરાયું હતું તથા મૃતક પર પણ સાત જેટલા મારામારી અને પીધેલાના કેસ નોંધાઈ ચૂક્યા છે.