પાટણમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો, દવા-ઈન્જકેશન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે કરતો ચેડાં

Patan: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી નકલી ડોક્ટરો પકડાવવાનો સીલસીલો યથાવત છે. ત્યારે હવે પાટણ જિલ્લામાંથી વધુ એક નકલી ડોક્ટરો ઝડપયો છે. હારીજના કાતરા ગામના બસ સ્ટેશન પાસે ઓરડીમાં દવાખાનું ચલાવતો હતો. જોકે, હાલ પાટણ SOGએ આ ડોક્ટરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર નકલી અધિકારીઓ, શિક્ષકો સહિત ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. આ વચ્ચે હવે પાટણના કાતરા ગામમાંથી નકલી ડોક્ટરો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. હારીજના કાતરા ગામના બસ સ્ટેશન પાસે ઓરડીમાં દવાખાનું ચલાવનાર અજીત તુવર નામના નકલી ડોક્ટરને પાટણ SOGએ ઝડપી પાડ્યો છે. કોઈપણ જાતના ડિગ્રી કે સર્ટિફિકેટ વગર દવા આપતો હતો. એલોપેથીક દવા તથા ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો.
આ પણ વાંચો: Mann ki Baat: ખૂબ જ ગર્વની વાત છે કે વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ છે- PM મોદી