January 2, 2025

હવામાન વિભાગની આગાહી… પવન, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષાનું આપ્યું એલર્ટ

Delhi: દેશભરમાં ઠંડીની તીવ્રતા વધી રહી છે. કેટલીક જગ્યાએ વરસાદ, ક્યાંક હિમવર્ષા, ક્યાંક ગાઢ ધુમ્મસ અને કેટલીક જગ્યાએ ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. શુક્રવારે દિલ્હીમાં 41.2 મીમી વરસાદ નોંધાયો હતો. આ પહેલા વર્ષ 1923માં દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં 24 કલાકમાં 75.7 મીમી વરસાદ નોંધાયો હતો. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીથી દોડતી 14 ટ્રેનો મોડી પડી છે.

અજમેર, રાજસ્થાનમાં ડિસેમ્બર મહિનામાં છેલ્લા 24 કલાકમાં 21.4 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. જે છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ છે. યુપીના ગાઝિયાબાદ-મેરઠમાં વરસાદ અને ઠંડીના કારણે 8મી સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભારે હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ હાઈવે અને મુગલ રોડ બ્લોક થઈ ગયો છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર પ્રવાસીઓના વાહનો અટવાઈ પડ્યા છે. શ્રીનગર એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પણ 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 319 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના, 28 લોકોના નીપજ્યા મોત

ઉત્તરાખંડમાં ચીન સરહદને જોડતો તવાઘાટ-લિપુલેખ હાઈવે બ્લોક છે. 14 વર્ષ બાદ મનાલીમાં 24 કલાકમાં 78 મીમી વરસાદ નોંધાયો છે.  ભારતીય હવામાન વિભાગ (IMD) એ 3 દિવસ માટે દેશભરમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વરસાદ, હિમવર્ષા, ગાઢ ધુમ્મસ અને પવનની ચેતવણી જારી કરી છે.