પૂર્વ PM ડો. મનમોહન સિંહનું 92 વર્ષની ઉંમરે નિધન, દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
તબીબોની વિશેષ ટીમ તેની તપાસ કરી રહી છે. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ડૉ.મનમોહન સિંહ 91 વર્ષના છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર, 1932ના દિવસે પશ્ચિમ પંજાબ (હાલ પાકિસ્તાનમાં) ના ગાહ ગામે થયો હતો. એક ભારતીય અર્થશાસ્ત્રી અને રાજકારણી છે. તેમણે 2004થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.
મનમોહનસિંહે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટી અને ગ્રેટ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. બાદમાં તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. 1970ના દાયકામાં તેમને ભારત સરકાર સાથે આર્થિક સલાહકાર પદોની શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને તેઓ વડાપ્રધાનોના વારંવાર સલાહકાર બન્યા હતા.