December 26, 2024

બાઈડને અમેરિકામાં 37 લોકોની મોતની સજા માફ કરવા પર ટ્રમ્પે આપ્યું નિવેદન

Donald Trump: બાઈડને 37 લોકોની સજા માફ કરી દીધી છે. આ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે. તેમણે આ નિર્ણયની ટીકા કરી હતી. આવો જાણીએ કે શું કહ્યું આ વિશે ડોનાલ્ડ ટ્રમ્પે.

આ પણ વાંચો: Xના ભારતીય વપરાશકર્તાઓને મોટો ફટકો, પ્રીમિયમ પ્લાનની કિંમતમાં કરાયો આટલો વધારો

ટ્રમ્પનું નિવેદન આવ્યું
ટ્રમ્પે આ વિશે કહ્યું કે બિડેનનો આ નિર્ણય સ્વીકારી શકાય તેવો નથી. જે પરિવાર પીડિત છે તેનું અપમાન કર્યા જેવું છે. ટ્રમ્પે કહ્યું કે જો બાઈડને આપણા દેશના સૌથી ખરાબ હત્યારાઓમાંથી 37 ની મૃત્યુદંડની સજામાં ફેરફાર કર્યો છે. સોશિયલ મીડિયા પર ટ્રમ્પે લખ્યું કે બિડેનના આ નિર્ણયથી પીડિતોના સંબંધીઓ અને મિત્રો ખૂબ દુઃખી છે. તેઓ પણ આ નિર્ણયને સ્વીકારી શકતા નથી. ટ્રમ્પે વધુમાં કહ્યું કે સત્તા સંભાળ્યા બાદ તે ન્યાય વિભાગને આ આરોપીઓને મૃત્યુદંડ લાગુ કરવા નિર્દેશ આપશે.