December 26, 2024

મનુ ભાકરના પિતાનું હૈયું ઉકળ્યું, કહ્યું હવે અફસોસ થાય છે

Manu Bhaker Father Reaction: પેરિસ ઓલિમ્પિકમાં અલગ-અલગ શૂટિંગ ઈવેન્ટ્સમાં 2 મેડલ જીતનારી દેશની સ્ટાર શૂટર મનુ ભાકર ખૂબ જ નિરાશ જોવા મળી રહી છે. તેનું કારણ એ છે કે તેને ખેલ રત્ન મેળવનારાઓની યાદીમાં સામેલ કરાઈ નથી. આ વિશે તેના પિતાએ નિવેદન આપ્યું છે. આવો જાણીએ શું કહ્યું તેના પિતાએ.

મનુના પિતાએ કહી આ વાત
હું તમામ વાલીઓને કહેવા માંગુ છું કે તેઓ તેમના બાળકોને ઓલિમ્પિક રમતોમાં ન ધકેલવા.ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની યાદીમાંથી મનુ ભાકરનું નામ ના હતું. જેના કારણે મનુ અને તેનો પરિવાર નિરાશ જોવા મળી રહ્યો છે. તેના પિતાએ એક મીડિયા સાથેની વાતમાં કહ્યું કે આ મારી ભૂલ છે કે હું મનુને આ રમત તરફ લઈ ગયો. તેમણે કહ્યું કે હું દેશના તમામ માતા-પિતાને કહેવા માંગુ છું કે તેઓ પોતાના બાળકોને રમતગમતમાં ન ધકેલશો પરંતુ પૈસા જોઈતા હોય તો તેમને ક્રિકેટમાં પ્રેરિત કરો. જો તમારે એ પણ ના કરવું હોય તો તમે તેને IAS કે PCS બનાવો. તેમણે એમ પણ કહ્યું કે આવું કરવાથી એ પણ તેના હાથમાં હશે કે કોને ખેલ રત્ન એવોર્ડ મળવો જોઈએ.