December 23, 2024

કભી નયે પેકેટ મેં ચીઝ પુરાની…સાયકલના રંગરૂપ બદલીને વિતરણ કરી દીધું

Tapi News: તાપીમાં વિદ્યાર્થીનીઓને જૂની સાયકલો રંગ રંગ રોગાન કરી વિતરણ કરવામાં આવી હતી. વ્યારા સુગર મિલના કંપાઉન્ડમાં મૂકવામાં આવેલી સરકારી સાઈકલ વિદ્યાર્થીનીઓને વિતરણ કરવામાં આવી હતી. આ સાઈકલો 2023થી સુગર મિલના કમ્પાઉન્ડમાં ઝાડી ઝાંખરીઓમાં ધૂળ ખાઈ રહી હતી.

આ પણ વાંચો: સુરતમાં ચોકલેટ આપવાની લાલચ આપી નરાધમ બાળકીને અવાવરું જગ્યાએ લઈ ગયો, પોલીસે દબોચી લીધો

સાયકલ લાભાર્થીઓને આપવામાં આવી
તાપીમાં ભંગાર અવસ્થામાં પડેલ 2023 લખેલ સાઈકલો અંગે બે વાર રિપોર્ટ મીડિયામાં જાહેર કરવામાં આવ્યો હતો. આમ છતાં રંગ રોગાન કરીને સાયકલ લાભાર્થીઓને આપવામાં આવી છે. 2300 જેટલી સાઈકલોને જિલ્લામાં વિતરણ કરવામાં આવી છે.