December 23, 2024

સીતાફળના બીજથી ડેન્ડ્રફને આ રીતે કરો દૂર, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

Castor Apple: શિયાળો આવતાની સાથે લોકોને વાળને લગતી સમસ્યાઓ થવા લાગે છે. જો તમારે વાળની સંબંધિત સમસ્યાઓને દૂર કરવી હોય તો અમે તમારા માટે કુદરતી ઉપાય લઈને આવ્યા છીએ. સીતાફળ ખાવાની લોકોને આળસ આવે છે. પરંતુ આ ફળના બીજ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. સીતાફળમાં રોગ વિરોધી ગુણ હોય છે જે જૂ અને ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે.

સીતાફળ બીજનો ઉપયોગ કેવી રીતે કરવો
સીતાફળની સાથે તેના બીજ પણ ફાયદાકારક છે. બીજને પાણીથી ધોઈ લો. આ પછી તમારે તેને તડકામાં સૂકવી દેવાના રહેશે. બીજ સુકાઈ જાય પછી તમારે તેને મિક્સર જારમાં પીસી લેવાના રહેશે. પીસીને તેનો પાવડર બનાવી દો. આ પાવડરમાં તમારે તેલ અને કપૂર ઉમેરવાનું રહેશે. હવે આ તેલનો ઉપયોગ વાળમાં લગાવો. આ તેલ લગાવ્યા પછી અડધા કલાક સુધી તેને રાખો. તેના નિયમિત ઉપયોગથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે.

તેલનો ઉપયોગ કરવાથી વાળને મળશે આ ફાયદા

જૂ કંટ્રોલ થાય છે
જો તમને જૂની સમસ્યા હોય તો તમારે આ તેલ લગાવવું જોઈએ. આવું કરવાથી તમને જો જૂ ની સમસ્યા હોય તો તેને ખતમ કરી દેશે.

વાળ મુલાયમ બને છે
સીતાફળના બીજમાંથી બનેલા તેલના કારણે વાળ મુલાયમ બને છે. આ તેલ તમારા માથાની ત્વચાને હાઇડ્રેટેડ કરવામાં મદદ કરે છે. જેના કારણે વાળ જાડા અને મુલાયમ બને છે.

વાળમાંથી ડેન્ડ્રફ દૂર થાય છે
માથાની ત્વચાને માટે આ તેલ ખૂબ ફાયદાકારક છે. ડેન્ડ્રફ વિરોધી ઘરેલું ઉપચાર કરવા માટે તમારે સીતાફળનું તેલ લગાવાનું રહેશે.