December 23, 2024

રાજકોટમાં ખાનગી હોસ્પિટલ આવી વિવાદમાં… દર્દીના પરિવારજનોએ વધારે બિલ લેવાના કર્યા આક્ષેપ

Rajkot: રાજકોટમાં વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે. શહેરના અયોધ્યા ચોકમાં આવેલ સીનર્જી હોસ્પિટલ સામે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું છે કે, દર્દીને દાખલ કર્યા બાદ બિલ વધારે આપવામાં આવ્યું છે. રૂ.25થી 30 હજાર પર દિવસના નક્કી કર્યા બાદ પણ બિલ વધારે લેવાયું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી હોસ્પિટલને લઈને વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટની એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે. આ હોસ્પિટલમાં દર્દીને દાખલ કર્યા બાદ બિલ વધારે લેવામાં આવ્યું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે, દિવસના રૂ.25થી 30 હજાર નક્કી કર્યા બાદ પણ બિલ વધારે લેવામાં આવ્યું છે. હોસ્પિટલ દ્વારા રૂ.50થી 60 હજાર લેવામાં આવ્યાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય બિલ વધારે આવતું હોવાથી દર્દીના પરિવારજનોએ ડિસ્ચાર્જ માંગ્યું પણ ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું નહીં. જે બાદ દર્દીના પરિવારજનોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં સીટીબસના ડ્રાઈવરે બાળકને લીધો અડફેટે, એકના એક દીકરાનું મોત